સુવિચારો નું વૃંદાવન (Suvichar)
આ પાનું સારા વિચારો તમારા સુધી પહોચાડવા બનાવામાં આવ્યું છે , આ વિચારો નો મૂળ પ્રેરણા અને સત્ય ઘટના પર આધારિત છે. જીવનદૃષ્ટિ, પ્રેમ , ભગવાનની લીલા , પુરાણ કથોમાં ઘણો રસ હોવાથી આ પેજ ની શરૂઆત કરી છે. આ પેજમાં મેં અત્યાર લગી વાચેલું , વિચારેલું ,ગમતું , સમજેલું ,આલેખેલું પદ્ય , ગદ્ય અને સાહિત્ય ભેગું કરી અહીં મુકવાનો પ્રયત્ન છે.
Monday, 1 June 2015
માં
એક દવાની કંપની ના કેલેન્ડર પર " મા " વિશે અદભુત રચના લખી હતી…લેખક નું નામ નહતું લખ્યું, પણ જેણે પણ લખ્યું છે, ખૂબ જ સુંદર છે. માટે, મહેરબાની કરી ને
એક વાર વાંચજો…. અને જીવન માં ઉતારજો...
" મા "
જ્યારે નાનો હતો ત્યારે માં ની પથારી ભીની કરતો હતો
હવે મોટો થયો તો માંની આંખો ભીની કરું છું.
માં પહેલાં જ્યારે આંસુ આવતાં હતા… ત્યારે તું યાદ આવતી હતી,
આજે તુ યાદ આવે છે, તો આંખોમાં આંસુ છલકાય છે.
જે દીકરાઓના જન્મ પ્રસંગે માતા-પિતા એ ખુશી થી મીઠાઇ વહેંચેલી
એજ દીકરા જુવાન થઇ ને આજે માતા-પિતા ની વહેંચણી કરે …
દીકરી ઘરે થી વિદાય થાય અને હવે દીકરો મોં ફેરવે..
માતા-પિતા ની કરૂણ આંખોમાં વિખરાયેલા સપનાં ની માળા તૂટે
ચાર વર્ષનો તારો લાડલો રાખે તારા પ્રેમની આશા
સાઠ વરસ નાં તારા માતા-પિતા કેમ ન રાખે પ્રેમ ની તૃષા ?
જે મુન્ના ને માતા-પિતા બોલતાં શિખવાડે …
એજ મુન્નો મોટો થઇ માતા-પિતાને ચૂપ કરાવે.
પત્ની પસંદગી ની મળી શકે છે.. માં પુણ્ય થી જ મળે છે
પસંદગી થી મળનારી માટે, પુણ્ય ની મળનારી ને ના ઠુકરાવતો …..
પોતાના પાંચ દીકરા જેને નહી લાગ્યા ભારી … એજ માતા
દીકરાઓની પાંચ થાળીઓ માં કેમ પોતાને માટે શોધે દાણા.
માતા-પિતાની આંખો માં આવેલાં આંસુ સાક્ષી છે,
એક દિવસ તારે પણ આ બધું સહેવાનું છે.
ઘરની દેવી ને છોડી, મુરખ
પથ્થર પર ચુંદડી ઓઢાડવા શાને જવું છે.
જીવનની સંધ્યા માં તૂ આજ એની સાથે રહી લે
જવા નીકળેલી છાંય ની તૂ આજે આશિષ લઇ લે
એના અંધકારભર્યા રાહ માં સૂરજ થઇ ને રોશની કર
ચાર દિવસ વધુ જીવવાની ઇચ્છા એનામાં નિર્માણ કર…
તે માતાનું દૂધ પીધું છે….
એની ફરજ અદા કર ….
એનું કરજ અદા કર ….
મમ્મી, તું તો મીઠી સુખડી જેવી છે,
કડવા કારેલા જેવી આ દુનિયા મંહિ....!!
નિરંતર નીતરતી મમતા તારી હથેળી માં થી,
કેવી મજા થી ભીંજવી દે છે મને,
તારો એક જ હાથ સુંવાળો મારે માથે શું ફરે,
બધા Tension ભૂલવી દે છે મને....
સાચે બહુ miss કરું છું હું એ ખોળો તારો,
એ જ પથારી, એ જ તકિયો, હતો એ જ હિંડોળો મારો...
હું બહુ મજા લેતો તને હેરાન-પરેશાન કરી,
અને સ્મિત જોઇ મારું, તું ભૂલી જતી ગુસ્સો તારો....!!
હું ભૂખ્યો છું કે ધરાયેલો,
તને ખબર પડી જ જાય છે,
હું કેટલો પણ મોડો કેમ ન આવું રાતે રખડીને,
તું Table પર ખાવાનું મૂકીને જ સૂઇ જાય છે....!!
હજી મારા ગાલ નો રંગ લાલ છે,
કેમ કે જેના થી મારા આંસુ લૂછ્યા તે,
તારો એ રેશમી પાલવ લાલ છે....!!!!
તું અમારા સૌ ની બહુ સંભાળ રાખે છે,
તો તારા માટે આટલું તો હું લખી જ શકું....
મમ્મી, તું તો મીઠી સુખડી જેવી છે,
કડવા કારેલા જેવી આ દુનિયા મંહિ....!!
કડવા કારેલા જેવી આ દુનિયા મંહિ....!!
નિરંતર નીતરતી મમતા તારી હથેળી માં થી,
કેવી મજા થી ભીંજવી દે છે મને,
તારો એક જ હાથ સુંવાળો મારે માથે શું ફરે,
બધા Tension ભૂલવી દે છે મને....
સાચે બહુ miss કરું છું હું એ ખોળો તારો,
એ જ પથારી, એ જ તકિયો, હતો એ જ હિંડોળો મારો...
હું બહુ મજા લેતો તને હેરાન-પરેશાન કરી,
અને સ્મિત જોઇ મારું, તું ભૂલી જતી ગુસ્સો તારો....!!
હું ભૂખ્યો છું કે ધરાયેલો,
તને ખબર પડી જ જાય છે,
હું કેટલો પણ મોડો કેમ ન આવું રાતે રખડીને,
તું Table પર ખાવાનું મૂકીને જ સૂઇ જાય છે....!!
હજી મારા ગાલ નો રંગ લાલ છે,
કેમ કે જેના થી મારા આંસુ લૂછ્યા તે,
તારો એ રેશમી પાલવ લાલ છે....!!!!
તું અમારા સૌ ની બહુ સંભાળ રાખે છે,
તો તારા માટે આટલું તો હું લખી જ શકું....
મમ્મી, તું તો મીઠી સુખડી જેવી છે,
કડવા કારેલા જેવી આ દુનિયા મંહિ....!!
આ દુનીયા આખી ફિક્સ છે
ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,
નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.
સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,
મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.
... ...
બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,
ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.
ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.
ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.
ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,
ફુટી ગયેલા પેપર ઉપર એક્ષામીનેશન તો ફિક્સ છે.
ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,
જ્યા કારકુન, જ્યા કચેરી, કરપ્શન તો ફિક્સ છે.
Subscribe to:
Posts (Atom)